VIDEO: ધોરાજીમાં બારે મેઘ ખાંગા: વીજળીના કડાકા સાથે એક કલાકમાં ખાબક્યો ૩ ઇંચ વરસાદ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોરાજી શહેરમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વીજળીના જોરદાર કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે આકાશી આફત તૂટી પડી હતી. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે માત્ર એક જ કલાકની અંદર અંદાજે ૩ ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકી ગયો હતો. આ અતિભારે વરસાદને પગલે સમગ્ર ધોરાજી શહેર પાણી પાણી થઈ ગયું હતું. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ત્રણ દરવાજા, ચકલા ચોક, પોસ્ટ ઓફિસ ચોક અને વોકળા કાંઠા સહિતના તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા અને રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો. જોકે, ધોધમાર વરસાદના આ રૌદ્ર રાઉન્ડ બાદ હાલ વરસાદે વિરામ લેતા સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

