VIDEO: રાજકોટમાં બુટલેગર ફિરોઝ સંઘી ગેંગ સામે કાર્યવાહી
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયા સંઘી અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયા સંઘી અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના કુલ 20 આરોપીઓ સામે પ્રોહિબીશન, હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. નોંધાયેલા આરોપીઓમાંથી 10ની ધરપકડ કરવામાં આવી છે, 6 આરોપીઓ અગાઉથી જ જેલમાં છે જ્યારે 4 હજુ ફરાર છે. છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે 9 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરીને 109 આરોપીઓને કાયદાના સકંજામાં લીધા છે. ફિરોઝ સંઘી છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્ક માટે કુખ્યાત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.







