Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : ACB crackdown in Rajkot: Sanitary Sub Inspector caught taking a bribe of Rs 1000, confusion in the Municipal Corporation

રાજકોટમાં ACBનો સપાટો: 1000 રૂપિયાની લાંચ લેતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો, મહાનગરપાલિકામાં ચકચાર

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં ACBનો સપાટો: 1000 રૂપિયાની લાંચ લેતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો, મહાનગરપાલિકામાં ચકચાર
સોર્સ : GSTV

Rajkot news: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ રાજકોટમાં એક મોટી કાર્યવાહી કરીને વધુ એક લાંચિયા સરકારી કર્મચારીને ઝડપી પાડ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં ફરજ બજાવતા સેનેટરી સબ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ગડિયલને એસીબીએ 1,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

App Store

શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના વોર્ડ નંબર 17માં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આરોપી જિતેન્દ્ર ગડિયલે રજા સરભર કરવાના બદલામાં રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ રૂપિયા 1,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીનું સફળ છટકું

ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે રાજકોટમાં છટકું ગોઠવ્યું હતું. જ્યારે આરોપી જિતેન્દ્ર ગડિયલ 1,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીના અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રોકડ રકમ રિકવર કરીને આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીની આ કામગીરી ખરેખર અદભુત રહી છે, જેનાથી ભ્રષ્ટ તત્વોમાં ફાળ પડી છે.