Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A girl committed suicide in despair after failing in police recruitment.

Rajkot news: પોલીસ ભરતીમાં નાપાસ થતા હતાશામાં આવેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: પોલીસ ભરતીમાં નાપાસ થતા હતાશામાં આવેલી યુવતીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકનો માહોલ
સોર્સ : GSTV

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તણાવે વધુ એક જિંદગી છીનવી લીધી છે. PSI અને કોન્સ્ટેબલની ભરતીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ દરમિયાન માત્ર દોઢ મિનિટના અંતરે નાપાસ થતા, હતાશામાં આવી અંજુમ પઠાણ નામની યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.અંજુમ પોલીસ બનવાનું સપનું પૂરું કરવા માતા અને બહેન સાથે રાજકોટમાં મામાના ઘરે રહી તનતોડ મહેનત કરતી હતી.

App Store

 PGVCLમાં નોકરી પણ કરતી હતી

ક્લાસીસની ફી ભરવા તે PGVCLમાં નોકરી પણ કરતી હતી. જોકે, ગ્રાઉન્ડ પાસ ન થતા તે છેલ્લા ઘણા દિવસથી ડિપ્રેશનમાં હતી. આ કરુણ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:rajkotgstvgujarat stateaatmhatya