રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સને દબોચ્યો, લાખોનો મુદ્દામાલ જપ્ત
રાજ્યના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે&nbs

રાજ્યના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ SOG ટીમે મેફેડ્રોન જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો છે. અમદાવાદ હાઇવે પર વાંકાનેર- કુવાડવા ચોકડી નજીકથી ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે.
ઈરફાન ઉર્ફ રોમિયો હનીફભાઈ ચાનીયા નામના શખ્સને દબોચ્યો
ઈરફાન ઉર્ફ રોમિયો હનીફભાઈ ચાનીયા નામના શખ્સને દબોચ્યો છે. ઈરફાન નામના શખ્સ પાસેથી 9.89 ગ્રામ મેફેડ્રન ડ્રગ , કાર અને મોબાઈલ સહિત 6 લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ આરોપી કોને વેચવા આવ્યો હતો.




