મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને થઈ ફૂડ પોઇઝનિંગની અસર, હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટના ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા આ આ તમામ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓએ સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ આ તમામ પ્રવાસીઓ ગોંડલથી  ખોડલધામ કાગવડ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વીરપુર પાસે પહોંચતા તમામની તબિયત બગાડી હતી.

આ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. 

આ સમાચાર શેર કરો