રાજકોટ: વડાળી ગામે યુવાનની જાહેરમાં હત્યા કરી શખ્સ ફરાર, જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટના વડાળી ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વડાળી

રાજકોટના વડાળી ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વડાળી ગામે 32 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર યુવક પર અચાનક ઘાતકી હુમલો કર્યો હતો. છરીના એક પછી એક ઘા કરીને યુવાનને કણસતી હાલતમાં છોડીને આરોપી ભાગી છૂટ્યો હતો.
મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો
યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. આજી ડેમ પોલીસે હત્યાની કલમ ઉમેરીને ફરાર આરોપીન વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપવા માટે કાર્યવાહી કરી હતી.




