મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: છોટુનગરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો, તમંચો અને 3 કારતૂસ કર્યા જપ્ત

ગુજરાતમાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાંથ

રાજકોટ: છોટુનગરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ ઝડપાયો, તમંચો અને 3 કારતૂસ  કર્યા જપ્ત

ગુજરાતમાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે વધુ એક શખ્સને ઝડપી પાડવામા આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે SOGને એક વ્યક્તિ પર શંકા ગઈ હતી, તપાસ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયું હતું.

આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો

છોટુનગર વિસ્તારમાંથી આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ઇસમાલ બસીર અલાણા પાસેથી દેશી તમચો અને 3 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.આરોપી અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે હવે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયાર શખ્સ શેના માટે અને કોના માટે લાવ્યો હતો.

આ સમાચાર શેર કરો