VIDEO:રાજકોટ હાઈપ્રોફાઈલ ધાડ: ૨.૫૦ કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓનું એક ચોરાઉ બાઈક પોલીસે ઝડપી પાડ્યું
રાજકોટમાં ૭૭ વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને ૨.૫૦ કરોડ રૂપિયા

રાજકોટમાં ૭૭ વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને ૨.૫૦ કરોડ રૂપિયાની રોકડ, સોનાના દાગીના અને રાઈફલ સહિતની મિલકતની ચકચારી ધાડ પાડી ફરાર થયેલા લૂંટારુઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું છે કે લૂંટારુઓ ત્રણ જેટલા ચોરાઉ બાઈક પર કોઠારીયા સોલ્વન્ટ થઈને શહેરમાં પ્રવેશ્યા હતા. આ તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે લૂંટારુઓએ ઉપયોગમાં લીધેલું એક ચોરાઉ બાઈક ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ આ હાઈપ્રોફાઈલ લૂંટનો ભેદ ઉકેલવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની સાથોસાથ રાજકોટ શહેર પોલીસની વિવિધ ટીમો પણ સંયુક્ત રીતે સઘન તપાસ ચલાવી રહી છે.




