VIDEO: રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવી છે. 77 વર્ષીય જીતેન્દ્રસિ

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવી છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી અજાણ્યા શખ્સોએ અંદાજે રૂ. 2.47 કરોડની રોકડ રકમ તેમજ 5થી 7 તોલા સોનાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. ઘટના રાત્રે એક વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. 5થી 7 બુકાનીધારી શખ્સોની શોધખોળ ચાલી રહી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.




