RAJKOT / DNAના આધારે અગ્નિકાંડના 13 મૃતકોની ઓળખ કરાઈ, 8 મૃતદેહ સ્વજનોને સોંપાયા
Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના

Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને DNA મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર FSLમાંથી DNA મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે.
મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની FLS ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલીક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા.
સોમવારે સાંજ સુધીમાં કુલ 13 મૃતદેહને DNA. મેચિંગના આધારે ઓળખવામાં આવ્યા છે. ઓળખ કર્યા બાદ 8 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે :
- જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34)
- સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22)
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા(ઉ.21)
- સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા(ઉ.30)
- આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ. 19)
- ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ(ઉ.36)
- વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24)
- હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)
FSL નો રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને એક PSI સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.






