મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મેટોડા પાસે કાર ચાલક ચારને ટક્કર મારીને ફરાર, યુવતી અને બાળકનું મોત

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મેટોડા પાસે કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ

રાજકોટ: મેટોડા પાસે કાર ચાલક ચારને ટક્કર મારીને ફરાર, યુવતી અને બાળકનું મોત

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મેટોડા પાસે કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 21 વર્ષીય શિલાદેવી શાહ અને 1.5 વર્ષના પુત્ર અંકુશનું મોત થયું હતું. મળતા અહેવાલ પ્રમાણે મહિલા અને તેમના પુત્રને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મૃતક

શિલાદેવી- 21 વર્ષ
અંકુશ- 1.5 વર્ષ

ઘાયલ

રાજા પાસવાન

 સારવાર દરમ્યાન યુવતી અને બાળકનું  સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, તો એક શખ્સ સારવાર હેઠળ છે. જો કે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર કાર ચાલકને દબોચવા માટે તપાસ આદરી છે. આ પરિવાર મૂળ બિહારનો રહેવાસી છે.

આ સમાચાર શેર કરો