રાજકોટ : PI સંજય પાદરીયા પર હુમલાનો કેસ કરનાર જયંતિ સરધારાની મુશ્કેલીમાં થશે વધારો, જાણો શું છે સમાચાર
રાજકોટમાં પાટીદાર સમાજની બે સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો

રાજકોટમાં પાટીદાર સમાજની બે સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. આ વિવાદમાં PI ખોડલધામના સમર્થક PI સંજય પાદરીયાએ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કર્યો હતો. આ હુમલા અંગે જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જો કે હવે આ જ કેસમાં જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે.
જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ્દ થશે?
જયંતિ સરધારા વકીલ છે, તેમના પર થયેલા હુમલા બાબતે રાજકોટ બાર એસોસિએશન તેમના સમર્થનમાં આવ્યું હતું, જોકે હવે આ જ રાજકોટ બાર એસોસિએશનને જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ્દ કરવા માટે સહકારી તેમજ પાટીદાર સમાજ આગેવાન પરસોત્તમ પીપળીયાએ પત્ર લખ્યો છે.
પરસોત્તમ પીપળીયાએ જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ્દ કરવા માટે રાજકોટ બાર એસોસિએશન સાથે અમદાવાદ બાર એસોસિએશનને પણ પત્ર લખ્યો છે.
શું છે બાર એસોસિએશનનો નિયમ?
વકીલાત કરતા વકીલ પોતે વકીલાત સિવાય અન્ય કોઈપણ વ્યવસાય કરી શકે નહીં તેવો નિયમ છે. જો વકીલાત કરવા વાળા વકીલ વ્યવસાય કરતા હોય તો તે વકીલે પોતાની સનદ સરેન્ડર કરવાની હોય છે. જયંતિ સરધારાએ વકીલાતની સનદ પણ રાખી અને ઉદ્યોગમાં ડિરેક્ટર પણ બન્યા. આ અંગે પુરાવા સાથેબાર એસોસિયેશનમાં અરજી કરવામાં આવી છે.






