મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં નોંધાયો

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે ર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં નોંધાયો

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. 

ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો

જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24 ટકા વરસાદ પડ્યો છે.

આ સમાચાર શેર કરો