મેઘો અનરાધાર: છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી, 9 જિલ્લામાં આજે રેડ એલર્ટ
બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જ

બંગાળની ખાડીમાં ભારે વરસાદ લાવી શકતું લો પ્રેસર સર્જાયુ છે અને હજુ બીજું લો પ્રેસર સર્જાવાની આગાહી છે. તો પશ્ચિમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ટ્રોફ, દક્ષિણ ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોફના પગલે ગુજરાતમાં પણ ચોમાસુ જોશીલુ બન્યું છે. હવામાન વિભાગની આગાહી અને ચેતવણી અનુસાર, ગુજરાતમાં આખું અઠવાડિયું સાર્વત્રિક વરસાદ રહેશે અને આજે (16મી જુલાઈ) 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.
ઓરેન્જ એલર્ટ
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી ડાંગ,
યલો એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે.








