VIDEO: સુરતમાં રેલ્વે પોલીસની પ્રશંસનીય કામગીરી, ચોરાયેલું સોનું અને મોબાઈલ અરજદારોને પરત અપાવ્યા
સુરત રેલ્વે પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પોલીસે ચોરી થયેલા 100 ગ્રામ સોનાન


સુરત રેલ્વે પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પોલીસે ચોરી થયેલા 100 ગ્રામ સોનાના ત્રણ બિસ્કિટ શોધી કાઢ્યા છે, જેની કુલ કિંમત 45 લાખ રૂપિયા છે. CEIR પોર્ટલના આધારે 67 ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે. આ મોબાઈલની કિંમત 11 લાખ 99 હજાર રૂપિયાથી વધુ છે. આમ કુલ 56 લાખ 99 હજાર રૂપિયાથી વધુનો મુદામાલ પોલીસે અરજદારોને પરત કર્યો છે. સુરત પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહીથી અરજદારોમાં ખુશીનો માહોલ છવાયો છે.




