Surendranagarમાં ખનીજ વિભાગ દ્વારા 9 સ્થળો પર રેડ, અંદાજિત 55 લાખનો મુદ્દામાલ કબ્જે
Surendranagar News: સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા સતત આ મામલ

Surendranagar News: સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા સતત આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ફરી સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલ પર ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ચોરવીરા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની પ્રવૃત્તિ પર ખનીજ વિભાગે રેડ પાડી હતી.
મળતી માહિતી પ્રમાણે, રેડ દરમિયાન કુલ 9 જેટલી જુદી જુદી જગ્યાઓ પર કાર્બોસેલ કાઢવાની કામગીરી થઈ રહી હતી. જેને પગલે રેડ પાડીને 1 ડમ્પર, 6 ટ્રેક્ટર, 18 ચરખી અને કેસિંગ, 4 છાબડા, ખનીજ સહિત અંદાજે 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કાર્બોસિલની રેડ થતા સ્થાનિક તંત્ર મામલતદાર તેમજ પોલીસ સહિતના કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હાલ તમામ મુદ્દામાલ ખાણ ખનીજ ઓફિસ સુરેન્દ્રનગર ખાતે સીઝ કરવામાં આવ્યો છે.




