સુરતમાં સ્પાની આડમાં ચાલતાં દેહ વેપાર પર રેડ, 3 લલનાઓ સહિત સ્પાના સંચાલક અને ગ્રાહક પકડાયા
સુરતમાં સ્પાની આડમાં અલગ અલગ જગ્યાએ કૂટણખાનાઓ ચાલી રહ્યાં છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકમાર્કેટ

સુરતમાં સ્પાની આડમાં અલગ અલગ જગ્યાએ કૂટણખાનાઓ ચાલી રહ્યાં છે. ત્યારે મહિધરપુરા વિસ્તારમાં બરાનપુરી શાકમાર્કેટ નજીક એક બિલ્ડીંગમાં સ્પાની આડમાં દેહ વેપાર ચાલી રહ્યો હતો. જે અંગેની ચોક્કસ બાતમીના આધારે મહિધરપુરા પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્પામાંથી 3 લલનાઓ એક સ્પાનો સંચાલક અને એક ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યો હતો.
મહિલાઓને ફસાવી
મહિધરપુરા પોલીસે રેડ દરમિયાન સ્પાના સંચાલક પરિતોષ પરીમલ મંડલ અને સ્પાના એક ગ્રાહક સંકેત રામ ઘાટવાલને ઝડપી પાડ્યા હતા.સ્પામાં દેહવેપાર માટે રાખવામાં આવેલી કુલ 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે. આ મહિલાઓને આર્થિક નફાની લાલચમાં ફસાવી દેહવ્યાપારમાં ઉતારી દેવામાં આવતી હતી. હાલ મહિલાઓને મુક્ત કરાવીને સંચાલક સામે કારયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાર્યવાહી કરાશે
રેડ દરમિયાન પોલીસે 48,610નો મુદ્દામાલ કબજે કર્યા છે. જેમાં રોકડ રકમ, મોબાઈલ અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. તેના પર કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈને આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણકારી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.







