Ahmedabad news: 'રઘુ દેસાઈએ કોઈ રાજીનામું આપ્યું નથી', પ્રદેશ કોંગી પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર
પ્રદેશ કોંગી પ્રમુખે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈના રાજીનામાં અંગે મોટું ન

પ્રદેશ કોંગી પ્રમુખે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈના રાજીનામાં અંગે મોટું નિવેદન આપ્યું છે, તેમને જણાવ્યું હતું કે રઘુ દેસાઈએ કોઈ રાજીનામું આપ્યું નથી અને નારાજગીના મુદ્દે તેમની સાથે વાતચીત થઈ ગઈ છે, આ સાથે તેઓએ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
દાદાની સરકાર ખાડે ગઈ છે: અમિત ચાવડા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ધારાસભ્ય રઘુ દેસાઈના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રઘુ દેસાઈએ કોઈ રાજીનામું આપ્યું નથી અને નારાજગીના મુદ્દે તેમની સાથે વાતચીત થઈ ગઈ છે. અમિત ચાવડાએ આ મુદ્દાને બાજુ પર મૂકીને સીધો જ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, નારાજ રઘુ દેસાઈ નહીં, પણ ગુજરાતની જનતા છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, મંત્રીઓ લૂંટ ચલાવે છે અને મંત્રીઓના પુત્રો જેલમાં છે. દાદાની સરકાર ખાડામાં ગઈ હોવાથી પ્રજાની પીડાને વાચા આપવા કોંગ્રેસ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે.




