મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad News: VIDEO/ રાધે ઓઇલ મિલના માલિક અને સાગરીતો દ્વારા હુમલો, ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં

બોટાદમાંથી ફરી એક વખત હુમલાની ઘટના સામે આવી રહી છે. બોટાદના હડદડ ગામ નજીક આવેલ રાધે ઓઇલ મિલના માલિક અને સાગરીતો

બોટાદમાંથી ફરી એક વખત હુમલાની ઘટના સામે આવી રહી છે. બોટાદના હડદડ ગામ નજીક આવેલ રાધે ઓઇલ મિલના માલિક અને સાગરીતો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હોવાની અરજી કરવામાં આવી હતી. રોડ પરથી પસાર થતી ફોરવ્હીલ ગાડીને રોકી રોડ પરથી નહીં નીકળવાની ધમકી આપી ગાડી પર ધોકા વડે હુમલો કરી નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી રહી છે

આરોપીના સાગરીતો ધોકા અને પાઇપ વડે હુમલો કરતા હોવાના વીડિયો હોવા છતાં પાળીયાદ પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હોવાના ફરિયાદી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. બોટાદના પાળીયાદ પોલીસ સ્ટેશને દોઢ મહિના કરતા વધારે સમયથી ફરિયાદની અરજી આપી હોવા છતાં પૈસાદાર પાર્ટીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હુમલાની ફરિયાદ શા માટે લેવામાં નથી આવતી તે મોટો સવાલ

ઉલ્લેખનીય છે કે, આ આરોપી વિપુલ શેખનું છ મહિના પહેલા અપહરણ થયું હતું અને 50 કરોડની ખંડણી માંગી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગેમીંગ એપમાં આરોપીએ મોટી કમાણી કરી હોવાની પણ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું. ત્યારે હાલ તો આ આરોપી વિરુદ્ધ રસ્તે ચાલતા રાહદારીઓ પર દાદાગીરી અને હુમલો કરવાની ફરિયાદ શા માટે કરવામાં નથી આવતી તે મોટો સવાલ બની રહ્યો છે.

આ સમાચાર શેર કરો