મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દુધિયા ગામના ઉજ્જળ નદીના જર્જરિત બ્રિજને લઈને સવાલો

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામ પાસે ઉજ્જળ નદી પર આવેલો બ્રિજ જર્જરિત હાલ

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામ પાસે ઉજ્જળ નદી પર આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં ફરીથી ખુલ્લો કરી દેવામાં આવ્યો હોવાના કારણે અનેક સવાલો ઊભા થયા છે. વડોદરાના ગંભીરા બ્રિજ ઘટનાના પગલે કરાયેલી તપાસમાં આ બ્રિજમાં મોટી તિરાડો અને ખામી જણાતા તેને હેવી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદના હુકમ બાદ બ્રિજ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને બેરિકેડ પણ મૂકાયા હતા. જોકે હાલ બેરિકેડ નદીમા પડેલા જોવા મળી રહ્યા છે અને સમારકામ ન થતાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો