રાજકોટ અગ્નિકાંડ મામલે 7 IAS-IPSની ગાંધીનગરમાં પૂછપરછ
Rajkot Gamezone fire : રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં SITએ ગાંધીનગરમાં 7 જેટલા IAS અને

Rajkot Gamezone fire : રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં SITએ ગાંધીનગરમાં 7 જેટલા IAS અને IPS અધિકારીની પૂછપરછ શરુ કરી છે. અગ્નિકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યના DGP વિકાસ સહાય તેમજ SITના વડા સુભાષ ત્રિવેદીએ આ અધિકારીઓની પૂછપરછ કરી :
- રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
- પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
- પૂર્વ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી
- પૂર્વ DCP સુધીર દેસાઈ
- પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ
- IAS અમિત અરોરા
- IAS ઉદિત અગ્રવાલ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અધિકારીઓ ટીઆરપી ગેમઝોનની મંજૂરી બાબતે શું જાણતા હતા અને અગ્નિકાંડમાં કોની બેદરકારી શકે છે તેવા વિવિધ મુદ્દા પર આ 7 IAS-IPS અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. તેમની પાસે ટીઆરપી ગેમઝોનને મંજૂરીને લગતી ફાઇલો આવી હતી કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે.




