મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Suratના યુવકે લોન્ચ કર્યુ 'ઇકો ભારત' એપ, અકસ્માત સમયે વાહન પરનો એક QR કોડ ઇજાગ્રસ્તના પરિવાર અને પોલીસને સેકન્ડોમાં કરશે જાણ

માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળે તે હેતુથી સુરતના એક વ્ય

તસવીર: GSTV

માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળે તે હેતુથી સુરતના એક વ્યક્તિએ ઇકો ભારત નામની ખાસ એપ્લિકેશન અને ક્યુઆર કોડ લોન્ચ કર્યુ છે. આ સિસ્ટમમાં વાહન પર એક QR કોડ સ્ટીકર લગાવવામાં આવે છે, જેમાં ચાલકનું બ્લડ ગ્રુપ, ઇન્શ્યોરન્સ અને પરિવારના સંપર્ક નંબર જેવી મહત્વની વિગતો સેવ હોય છે.જો અકસ્માત થાય, તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આ કોડ સ્કેન કરીને ગણતરીની સેકન્ડોમાં ઇજાગ્રસ્તના પરિવાર અને નજીકની પોલીસને જાણ કરી શકે છે. આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતના સમયે ગોલ્ડન અવરમાં સારવાર પૂરી પાડી જીવ બચાવવાનો છે. 

આ સમાચાર શેર કરો