સુરતમાં નમાજ પઢીને નીકળેલા બિલ્ડરની ધોળે દહાડે હત્યા કરનારાનું જાહેરમાં કઢાયુ સરઘસ
સુરતના સગરાપુરામાં ધોળા દિવસે નમાઝ પઢીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ હત

સુરતના સગરાપુરામાં ધોળા દિવસે નમાઝ પઢીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા હતા. જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.. આ બંને આરોપીઓ સગા ભાઈ છે. આજે પોલીસ દ્વારા બન્ને ઘટના સ્થળે લઈ જવાયા હતા. સરઘસ કઢાયુ હતુ. સાથે જ ઘટનાનુ રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યુ હતુ.
મોપેડ પર જતા હુમલો
ગત તારીખ 30મી જુલાઈના રોજ સગરામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણા બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બનાવ CCTV કેમેરામાં કેદ થવા પામ્યો હતો. નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા.
રીકન્સ્ટ્રકશન કરાયુ
મરણ જનાર મોહમ્મદ આરીફ કુરેશી હતા. તેમની ઉંમર 55 વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા. એમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે, બે લોકો ફેઝ અને તબરેઝે છરીના ઘા મારીને તેમની હત્યા કરી હતી. જેના અનુસંધાને બન્નેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ. સાથે જ સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય.








