દ્વારકા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PSIનું હાર્ટએટેકથી નિધન
ગુજરાતમાં હાર્ટએટેકથી મોત થવાના કિસ્સામાં સતત વધારો થતો રહ્યો છે. હાર્ટએટેકના લીધે મોત હવે ધીમેધીમ

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત થવાના કિસ્સામાં સતત વધારો થતો રહ્યો છે. હાર્ટએટેકના લીધે મોત હવે ધીમેધીમે સામાન્ય બનતા જઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક શાખાના પીએસઆઈનું રાત્રે ઊંઘમાં જ હાર્ટએટેકથી નિધન થયું હતું.
દ્વારકા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ નારણભાઈ દેવજીભાઈ કલોત્રાનું ગત રાત્રે ડયૂટી પતાવી સૂઈ રહ્યા બાદ ઊંઘમાં જ હાર્ટએટેક આવ્યો અને નિધન થઈ ગયું હતું. પીએસઆઈ નારણભાઈના નિધનના સમાચારે પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરાવી હતી. પીએસઆઈ કલોત્રા મૂળ સુરેન્દ્રનગરના વતની હતા.
.






