મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ફોર્મ નં.7 ખોટી રીતે ભરાયા હોવાનો પ્રાંત અધિકારીનો સ્વીકાર, ચૂંટણી પંચની ભૂમિકા સામે પ્રશ્નાર્થ

ગીર સોમનાથના વેરાવળમાં SIR પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે ક

ગીર સોમનાથના વેરાવળમાં SIR પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રાંત કચેરીએ ધસી જઈ અધિકારીનો ઓન-કેમેરા ઘેરાવ કર્યો હતો. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે, નિર્દોષ નાગરિકોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને તેમનો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશી સાથે તેમની તીખી જીભાજોડી થઈ હતી, જેમાં તેમણે અધિકારીને "સુપર સી.એમ." કહી ઉગ્ર પ્રહાર કર્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, કેમેરો બંધ હોવાનું માનીને પ્રાંત અધિકારીએ અમને પણ ખબર છે કે આ બધા ખોટા છે તેવું કબૂલ કરતો સંવાદ રેકોર્ડ થઈ જતાં ચૂંટણી તંત્રની ભૂમિકા પર મોટા સવાલો ઊભા થયા છે. ધારાસભ્યએ આ મામલે CCTV ફૂટેજ તપાસીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો