મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલના ધારાસભ્યના 'કુંવર' સામે આકરી કાર્યવાહીની માગ સાથે વિરોધ, પદયાત્રાથી ન્યાયની કરાશે માગ

ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા અનુસુચિત જાતિના યુવાનનુ અપહરણ કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો હ

ગોંડલના ધારાસભ્યના 'કુંવર' સામે આકરી કાર્યવાહીની માગ સાથે વિરોધ, પદયાત્રાથી ન્યાયની કરાશે માગ

ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા અનુસુચિત જાતિના યુવાનનુ અપહરણ કરી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આ અંગે સુરતમાં દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

કડક કાર્યવાહીની માગ

સમસ્ત અનુસુચિત જાતિ સમાજ સુરત દ્વારા ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદન પત્ર અપાયુ હતુ. જેમાં જણાવાયુ હતું કે, ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા અનુસુચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી જઈ નિ:ર્વાસ્ત્ર કરી માર મારવામાં આવ્યો આવ્યો હતો. ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરિતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો. જેથી આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ અનુસુચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી.

ન્યાય માટે યાત્રા કરાશે

ભનુભાઈ ચૌહાણે કહ્યું કે, અમારા સમાજના યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. જેથી અમે મુખ્યમંત્રી સુધી અમારો સંદેશ પહોંચે તે માટે અમે રજૂઆત કરી છે. ધરપકડ થઈ છે. ત્યારે અમે પદયાત્રા કરીશું. અવારનવાર આવી ઘટના બને છે. તેમ છતાં કોઈ સુરક્ષિત નથી. છૂત અછૂતનો ભેદભાવ રાખવામાં આવે છે. ત્યારે અમે ન્યાયની માગ કરીએ છીએ.

આ સમાચાર શેર કરો