મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ તવાઈ બોલાવી, આઠ દિવસમાં રૂ. 2 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 6થી 11 ઓગસ્ટ દરમિયાન ગેરકાયદે દબાણ વિરુદ્ધ તવાઈ બોલાવવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં આવેલ

Ahmedabadમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ તવાઈ બોલાવી, આઠ દિવસમાં રૂ. 2 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 6થી 11 ઓગસ્ટ દરમિયાન ગેરકાયદે દબાણ વિરુદ્ધ તવાઈ બોલાવવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં આવેલા 366 લારી-ગલ્લા, 172 ગેરકાયદે શેડ, 753 બામ્બુ બાંધકામો અને 2,789 અન્ય દબાણ દૂર કરાયા છે. 1025 ગેરકાયદે હોર્ડિંગ અને 442 વાહન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી દંડ વસૂલ્યો છે. આઠ દિવસમાં 2,00,093 રૂપિયા તરીકે વહીવટી ચાર્જ વસૂલાયો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી તંત્રના પ્રયાસો છતાં ગેરકાયદે બાંધકામોમાં વધારો થયો છે. બોપલમાં ગેરકાયદે પાર્કિંગ સહિતની સમસ્યાઓ મામલે  કોર્ટની ટકોર બાદ AMCએ કાર્યવાહી કરી છે. તેમજ આ કાર્યવાહીનો અલાયદો રિપોર્ટ AMC તરફથી કોર્ટમાં મૂકાયો છે. 

તો બીજી તરફ અમદાવાદના મુખ્ય રસ્તાઓ પરના દબાણ મામલે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો છે. સરકારી વકીલે જણાવ્યું કે, HL રોડ, IIM રોડ અને CEPT રોડ પરના લારી-ગલ્લા દૂર કરાયા છે. શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. સરકારે દાવો કર્યો છે કે શહેરને સંપૂર્ણ સાફ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટને ધ્યાનમાં રાખીને કામગીરી તેજ કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકારની આ પ્રગતિ પર નજર રાખવાની સૂચના આપી છે. 

આ સમાચાર શેર કરો