સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્સમાં ચાલતું કૂટણખાનું, દેહવ્યાપારનો ધંધો કરાવનાર આ રીતે પકડાયા
સુરતમાં દેહવ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાત

સુરતમાં દેહવ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું. ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહવ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પલેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં ચાલતાં આવા જ કૂટણખાના પર રેઈડ કરીને 3 મહિલાનો મુક્ત કરાવાઈ હતી. જ્યારે સંચાલક મહિલા અને પુરૂષને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડમી ગ્રાહકો મોકલાયા
પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિધ્ધી વિનાયક પ્લેટીનીયના ત્રીજા માળે દુકાન નં.એ/૧૦૯ વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી. જેમાં નિલુબેન નામની મહીલા તથા લોહિત યાદવ પોતાના કબ્જાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહવ્યાપાર માટે બોલાવી કૂણખાનું ચલાવતાં હતાં. આ બાતમીના આધારે બોગસ ગ્રાહક-પન્ટર તૈયાર કરી દુકાનમાં રેઇડ કરવામાં આવી હતી. જેથી દુકાનમાંથી કુલ ૩ ઇન્ડિયન મહીલાઓ મળી હતી.
સવલતો પુરી પડાતી હતી
અહિં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી. દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતાં મહીલા નિલુબેન તે વિક્રમસિંગ રાજકિશોર સિંહની પત્ની, અન્ય આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યાં હતાં. હાલ પકડાયેલી મહિલાઓને મુક્ત કરાવાઈ છે. જ્યારે મહિલા અને પુરૂષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








