ગુજરાત વન વિભાગમાં બઢતીનો ધડાકો: 425 વનરક્ષકો બન્યા વનપાલ, નવા વર્ષે સરકારે આપી મોટી ભેટ, જુઓ લિસ્ટ
ગુજરાત

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતમાં વન વિભાગના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 425 વનરક્ષક (વર્ગ-3) ના કર્મચારીઓને વનપાલ (વર્ગ-3)ના પદ પર બઢતી અપાઈ છે.
આ સાથે કર્મચારીઓના પગાર ધોરણમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. અત્યાર સુધી વનરક્ષક તરીકે સેવા આપતા કર્મચારીઓ જે પે મેટ્રિક્સ લેવલ-1 (₹ 18,000 - 56,900) માં હતા, તેઓને હવે વનપાલ તરીકે પે મેટ્રિક્સ લેવલ-4(₹ 25,500 - 81,100) મુજબ પગાર મળવાપાત્ર થશે. જુઓ સમગ્ર યાદી






