મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ, વિદ્યાર્થિનીએ બિભત્સ હરકતોનો લગાવ્યો હતો આરોપ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામ

વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસરની ધરપકડ, વિદ્યાર્થિનીએ બિભત્સ હરકતોનો લગાવ્યો હતો આરોપ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવા અને કેરિયર ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, મેં આવું કશું કર્યુ નથી.

શું છે સમગ્ર મામલો?

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમની એક વિદ્યાર્થિનીએ MS યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહંમદ અઝહરભાઇ ઢેરીવાલા સામે શનિવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'પ્રોફેસર મારી પાસે આવીને રૂમમાં લઇ જવા માટે વારંવાર હાથના ઇશારા કરતા હતા, પરંતુ હું ના પાડતી હતી. જેથી, પ્રોફેસરે મારૂ કેરિયર ખતમ કરવાની ધમકી આપી હતી. મારા ઘર સુધી પીછો કરી મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની પ્રયત્નો કર્યા હતા. તે વારંવાર મને વોટ્સએપ પર મેસેજ કરીને મને હેરાન કરતા હતા. 

આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને પ્રોફેસરની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ પ્રોફેસર એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, 'મેં કોઇ ગુનો કર્યો નથી.' પરંતુ પ્રોફેસર અને વિદ્યાર્થિની વચ્ચે વોટ્સએપ મેસેજથી વાતચીત થઈ હતી. જેના પુરાવા મેળવવા માટે પોલીસે મોબાઇલ ફોનની તપાસ હાથ ધરી છે. જો પ્રોફેસરે મેસેજ ડિલિટ કર્યા હશે તો તે મેસેજ રિકવર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો