મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા : પ્રો.ધનેશ પટેલની MS યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂંક

વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવે આજે રાજીનામું આપી દી

વડોદરા : પ્રો.ધનેશ પટેલની MS યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂંક

વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવે આજે રાજીનામું આપી દીધું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે  પ્રો.ધનેશ પટેલની ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂંક કરી છે. 

કોણ છે પ્રો.ધનેશ પટેલ?

પ્રો.ધનેશ પટેલ MS યુનિવર્સિટીના ટેક્નોલોજી અને એન્જીનીયરનીંગ વિભાગના ડીન છે.  UGCના ધારાધોરણો પ્રમાણે કુલપતિ બનવા માટે પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ જરુરી છે. એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 60 જેટલા વરિષ્ઠ અધ્યાપકો એવા છે જેઓ પ્રોફેસર પણ છે અને તેમની પાસે 10 વર્ષ કરતા પણ વધારે અનુભવ છે. આ પૈકીના 20 અધ્યાપકો એવા છે જેઓ બહોળો વહીવટી અનુભવ પણ ધરાવે છે અને તેઓ પોતાના વિષયમાં નામના પણ ધરાવે છે. પ્રો.ધનેશ પટેલ આમાંના એક છે. 

પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવે શા માટે આપ્યું રાજીનામું? 

વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવે આજે રાજીનામું આપી દીધું હતું.  કુલપતિનું રાજીનામું હાઇકોર્ટ સમક્ષ મુકાયું હતું. MS યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ તેમણે રાજીનામું આપી દીધું છે.

પ્રો.વિજય કુમાર શ્રીવાસ્તવને યોગ્ય લાયકાત વગર કુલપતિ બનાવી દેવાયા હોવાના પુરાવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટ 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ શ્રીવાસ્તવની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂકને પડકારતી શિક્ષણ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ સમાચાર શેર કરો