મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરીકામ કરાવનાર આચાર્યની બદલી

છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના હાલના

છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરીકામ કરાવનાર આચાર્યની બદલી

છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના હાલના આચાર્યનો ચાર્જ લઈ અને શાળાના બીજા શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો.

ગ્રામજનોના વિરોધને લઇને શાળાના આચાર્યની બોડેલી ખાતે બદલી કરવામાં આવી છે. બોડેલી તાલુકાના તરગોળ ગામે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકોને મજૂરી કામ કરાવતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જેની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગંભીર નોંધ લેવાતા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓને શાળાએ મોકલી તપાસ કરાવવામાં આવી હતી. ગ્રામજનોએ શાળાના  આચાર્ય ભાવનાબેન મકવાણા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ તેમની પાસે મજૂરી કામ કરાવવાના આક્ષેપો કર્યા હતા. તપાસનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 13 વર્ષીય સગીરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

જીએસટીવીના ખાસ અહેવાલ પ્રમાણે, ત્રણ દિવસથી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. આચાર્ય સામે લોકોનો રોષે ભરાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા છે અને સમગ્ર અહેવાલ શિક્ષણ નિયામક ગાંધીનગરને મોકલવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો