મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આતંકવાદીને ઠાર મારનાર ગુજરાતના વીર સપૂત નાયબ સુબેદાર સંજય બારીયાને રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા

ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા શહેરા પંચમહાલ જિલ્લાના ત

આતંકવાદીને ઠાર મારનાર ગુજરાતના વીર સપૂત નાયબ સુબેદાર સંજય બારીયાને રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા

ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા શહેરા પંચમહાલ જિલ્લાના તાલુકાના ખોજલવાસા ગામના વતની સંજયકુમાર બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શોર્ય ચક્રથી સન્માનિત કરાયા, શૌર્ય ચક્ર મેળવનાર નાયબ સુબેદાર સંજયકુમાર બારીયા અને તેઓની ટુકડી એ જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશન મુઠભેડમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

શુક્રવારના રોજ સાંજના સમયે દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એર ફોર્સ, નેવી અને આર્મીના જનરલ તથા સી.ડી.એસ. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પંચમહાલ જિલ્લા અને ગુજરાત રાજ્ય સહિત દેશનું ગૌરવ સમાન ભારતીય સેનામાં ફરજ બજાવતા નાયબ સુબેદાર સંજયકુમાર બારીયાને અદમ્ય સાહસ અને ગૌરવ બદલ રાષ્ટ્રપતિ મુર્મુએ અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ સમાચાર શેર કરો