સુરતમાં છઠ પૂજાની તડામાર તૈયારીઓ, 7 લાખથી વધુ ઉત્તર ભારતીયો સૂર્યનારાયણની કરશે પૂજા અર્ચના
ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે. જેથી છઠ પૂજા મહાપર્વનું હવે મહત્ત્વ વધ્યું છે. 7 નવેમ્બરના ર

ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે. જેથી છઠ પૂજા મહાપર્વનું હવે મહત્ત્વ વધ્યું છે. 7 નવેમ્બરના રોજ છઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા ઉજવણી કરવામાં આવશે. શહેરની અંદર પણ છઠ પૂજા માટેની તૈયારી કરવામાં આવી છે. છઠ પૂજામાં ઊગતા સૂરજ અને આથમતા સૂરજની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને ભગવાન દીવાકરને પૂજા-અર્ચનાને કારણે તાપી નદીનું વિશેષ મહત્ત્વ વધી જતું હોય છે.
આ પણ વાંચો:સુરતનો કોઝ વે 4 મહિનાથી બંધ, રાંદેર-કતારગામ વચ્ચેના વાહનવ્યવહારને અસર
તાપી કિનારે થશે પૂજા અર્ચના
તાપી માતાને સૂર્યની પુત્રી માનવામાં આવે છે, આથી તાપી નદીના કિનારે પૂજા-અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, તાપી નદીને ભગવાન સૂર્યનારાયણની પુત્રી તરીકે ઓળખવામાં આવે છે, આથી બિહાર અને ઝારખંડના લોકો તાપી નદીના કિનારે પૂજા કરવાનું વધુ પસંદ કરે છે. ઘણાખરા એવા પરિવારો છે કે તેઓ પોતાના વતન જવાને બદલે તાપી નદીના કિનારે છઠની પૂજા સંપન્ન કરવા માટે રોકાઈ જતા હોય છે.
ભાવપૂર્વક થશે પૂજા
ડિંડોલી વિસ્તારમાં ખાસ છઠ પૂજા માટે જ આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી આને છઠ સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં ખૂબ સારી રીતે લોકો ભક્તિ ભાવપૂર્વક માતાની પૂજા-અર્ચના કરે છે. નદી અને કેનાલના કિનારા ઉપર પણ અલગ અલગ સંગઠનો દ્વારા તૈયારી કરવામાં આવતી હોય છે, જેથી કરીને લોકો સારી રીતે પૂજન કરી શકે.








