મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં; પૈડાં બદલ્યા બાદ રથનો સફળ ટ્રાયલ યોજાયો

ભગવાન જગ

 ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના ત્રણેય રથોના બે-બે પૈડા બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને મોટાભાઈ બલભદ્રજીના રથમાં નવા પૈડા લગાવ્યા બાદ સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન કોઈપણ પ્રકારની ટેકનિકલ સમસ્યા સામે આવી નહોતી. રથયાત્રા નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે યોજાય તે માટે મંદિર ટ્રસ્ટ, કારીગરો અને સેવકો સમયસર તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સતત કાર્યરત છે. સમગ્ર આયોજન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

આ સમાચાર શેર કરો