મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિસાવદરમાં પેટાચૂંટણીની તૈયારીઓ, ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પેટાચૂંટણીની તૈયારીઓનો ધમધ

વિસાવદરમાં પેટાચૂંટણીની તૈયારીઓ, ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પેટાચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. જેના પગલે ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લીગલ ફ્રેમ વર્ક અંગે વાંધા સૂચનો રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. 

વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી થવામાં હવે વિલંબ નહિ થાય. આજે વિસાવદર પ્રાંત કચેરીમાં ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષો સાશે ચૂંટણી તંત્રની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ચૂંટણી અંગેની મહત્ત્વની બેટકમાં ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધા સૂચનો અને લીગલ ફ્રેમ વર્ક અંગે સૂચનો રજૂ કરવાની ચૂંટણી અધિકારીએ તાકીદ કરી હતી. ત્યારબાદ રાજકીય પક્ષોએ કરેલા વાંધા સૂચનોનું મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રિપોર્ટિંગ થશે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઇકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. હવે આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ છે.

આ સમાચાર શેર કરો