અમદાવાદના બાપુનગરમાં થયેલી હત્યાની ઘટનામાં આરોપીઓનું નિકળ્યું પોલિટિકલ કનેક્શન
અમદાવાદમાં ગઈકાલ રાત્રે બાપુનગરમાં બનેલી હત્યાની ઘટનામાં ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એ

અમદાવાદમાં ગઈકાલ રાત્રે બાપુનગરમાં બનેલી હત્યાની ઘટનામાં ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એવામાં આરોપી હર્ષદ સોલંકી અને બંટી સોલંકીનું કોંગ્રેસ કનેકશન પ્રકાશમાં આવ્યું છે. સોશિયલ મીડિયા અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેના ફોટો સામે આવ્યા છે. આ બંને નેતા સિવાય અન્ય કોંગ્રેસના નેતાઓ સાથેના પણ ફોટો સામે આવ્યા છે. આરોપીઓના કોંગ્રેસના અનેક નેતાઓ સાથે પણ ફોટા સામે આવ્યા છે.
હર્ષદ સોલંકી સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેર ઉપ પ્રમુખનો હોદો ધરાવતો હતો. હિંમત ઉર્ફે પિન્ટુના પણ હિંમતસિંહ પટેલ સાથેના ફોટો સામે આવ્યા છે. આરોપી હર્ષદ સોલંકીના કોંગ્રેસના હોદ્દેદાર છે અને અન્ય આરોપી હર્ષદ સોલંકીના પરિવારજન છે. રાજકીય વગ ધરાવતા આરોપીઓ સામે પોલીસ દ્વારા હત્યાને મામલે શું કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું.
હત્યા સ્થળે બંદોબસ્ત માટેની પોલીસ આરામ ફરમાવી રહી હતી
અમદાવાદના બાપુનગરમાં થયેલી હત્યા બાદ ઘટના સ્થળનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હત્યાની જગ્યા પર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરંતુ મોડી રાત્રે પોલીસ ઘટના સ્થળે ઊંઘતી ઝડપાઈ હતી. આ જોઈ કિન્નરો અને અન્ય લોકોએ પોલીસને જગાડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.






