મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા પોલીસ કેમ્પ નજીક ગંભીર અક્સ્માતમાં પોલીસ કર્મી અને તેમની માતાનું કરુણ મોત

ખેડામાં એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધુ હતું જેમાં પોલીસ કર્મી સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં

ખેડા પોલીસ કેમ્પ નજીક ગંભીર અક્સ્માતમાં પોલીસ કર્મી અને તેમની માતાનું કરુણ મોત

ખેડામાં એક ગમખ્વાર અકસ્માતે સ્વરુપ લીધુ હતું જેમાં પોલીસ કર્મી સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં હતા. ખેડા પોલીસ કેમ્પ નજીક સર્જાયેલા ગંભીર અક્સમાતમાં પોલીસ કર્મી અને તેમની માતાનું કરુણ મોત થયું હતુ. મોડી રાત્રે ખેડા કેમ્પ તરફ જવાના રસ્તા ઉપર આઈટીઆઈ નજીક પોલીસ કર્મીની કાર ઝાડ સાથે અથડાઈ હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : અરવલ્લીમાં 4 દિવસથી ગુમ થયેલ 12 વર્ષીય બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો

ખેડા જિલ્લામાં મહેમદાવાદ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય શંકરભાઇ પરસોતમભાઈનું મોત થયું હતુ. તેમની સાથે કારમાં સવાર પોલીસ કર્મીની 62 વર્ષીય માતાનું પણ આ અસ્કમાતમાં મોત નિપજ્યું હતુ. ખેડા પોલીસ મથકે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો