મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: જાહેરમાં આતંક મચાવનાર પેંડા ગેંગના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લુખ્ખા તત્વોના આતંકમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. આવા અસામાજિક તત્વો

રાજકોટ: જાહેરમાં આતંક મચાવનાર પેંડા ગેંગના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લુખ્ખા તત્વોના આતંકમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે. આવા અસામાજિક તત્વોને ઠેકાણે લાવવા અને લોકોના મનમાંથી આવા આતંકીઓનો ભય કાઢવા ગુજરાતભરની પોલીસ આરોપીઓનું સરઘસ કાઢે છે. એવામાં રાજકોટ કોઠારીયા રોડ પર પેંડા ગેંગના આતંકનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો : રાજકોટ મનપામાં 7 મહિનામાં 18 અધિકારીઓના રાજીનામા, શહેર ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન

થોડાં દિવસો પૂર્વે પેડા ગેંગના સભ્ય દ્વારા જાહેરમાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી અને છરી વડે મારામારી કરવામાં આવી હતી. આખરે ભક્તિ નગર પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યુ હતું અને પોલીસ દ્વારા ઘટનાનું રી કન્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો