મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરનાર શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ

આણંદમાં નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરનાર બે શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ શખ્સોએ પાછલા અઠવાડિય

આણંદ નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરનાર શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ

આણંદમાં નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરનાર બે શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. આ શખ્સોએ પાછલા અઠવાડિયે દબાણ ખસેડવા મુદ્દે આણંદ નગરપાલિકાના કર્મચારી પર હુમલો કર્યો હતો. નગરપાલિકાના સરકારી કર્મચારી પર હુમલાની ઘટના બનતા સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલો કરનાર બે આરોપીઓને પોલીસે ટુંક સમયમાં જ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો : ત્રણ લોકોને શિકારનો ભોગ બનાવનાર હુમલાખોર સિંહણ ભારે જહેમત બાદ પાંજરામાં પુરાઈ

તેમજ સામાન્યજનના માનસમાંથી આવા અસામાજિક તત્વોનો ભય દુર કરવા હૂમલો કરનાર બંને શખ્સનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસે ફૈયાઝ ઉર્ફે ડેની પઠાણ અને આદિલ વોરાને નગરપાલિકામા કર્મચારી પર હુમલો કરવાના મામલે ઝડપી પાડયા હતા, અને ઘટના સ્થળે લઇ આવ્યા હતા તેમજ બનાવ અંગેની માહિતી મેળવી હતી. પોલીસે ટાઉનહોલથી લઈને ધટના સ્થળ સુઘીનું આરોપીઓને લઈને સરઘસ કાઢ્યું હતું.

આ સમાચાર શેર કરો