મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં વિજય

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં વિજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તોડફોડ કેસના આરોપી પ્રિન્સ જાંગીડની ફરિયાદ લઈને વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. વિજય ભરવાડ રૂ 50 લાખની માંગણી કરતો હતો. મોલ નજીક પ્રિન્સની ગાડી રોકીને પૈસાની ઉઘરાણી કરીને મારવાની ધમકી આપતા મારામારી થઈ હતી. મારામારી બાદ પ્રિન્સ અને તેના મિત્રોએ તોડફોડ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: શાસ્ત્રી બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત

તમને જણાવી દઈએ કે, અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 4 ફરાર આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા મિહિર દેસાઈ, પ્રિન્સ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર, કૈલાશ દરજી, રોહિત વણઝારા, પ્રેમ ભાટી અને દિનેશ વણઝારા નામના 8 આરોપીની ધરપકડ કરી છે.

તોડફોડ મામલે કોર્ટે આરોપીઓના રિમાન્ડ ના મંજુર કર્યા 

તેમજ, પેલેડિયમ મોલ પાસે બનેલા બનાવના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ નવ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં એક આરોપી દ્વારા પોલીસ સામે ફરિયાદ કરવામાં આવી છે 72 કલાકથી વધુ સમય ગોંધી રાખવામાં આવ્યો અને ખૂબ માર મારવામાં આવ્યો હતો. બંને પક્ષે રિમાન્ડને લઈને દલીલો કરવામાં આવી જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીના રિમાન્ડ ના મંજૂર કર્યા હતા. રિમાન્ડ નામંજૂર કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો