દાહોદની પીડિત મહિલા માટે પોલીસે 'આત્મ ગૌરવ' નામની શાકભાજીની દુકાન શરૂ કરાવી, SHE ટીમ કરશે મોનિટરિંગ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે સાસરિયાઓની માનસિકતાન

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે સાસરિયાઓની માનસિકતાનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે દાહોદ પોલીસે સરાહનીય પગલું ભર્યું છે. પીડિત મહિલાને ફતેપુરા ખાતે ‘આત્મ ગૌરવ’ નામની શાકભાજી દુકાન શરૂ કરાવી છે. દુકાન માટે 11 મહિનાનો કરાર કરવામાં આવ્યો છે.
દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 મહિના માટે એડવાન્સમાં ચૂકવી દીધું
દુકાનનું ભાડું પણ દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 મહિના માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને એક મહિના માટે પૂરતું શાકભાજીનું માલસામાન પણ પૂરો પાડવામાં આવ્યું છે.મહિલાની સુરક્ષા માટે શરૂ કરાવવામાં આવેલી શાકભાજીની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
SHE ટીમ દુકાનનું મોનિટરિંગ કરશે
દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દુકાનનું મોનિટરિંગ કરશે. દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પુછપરછ કરશે. કોઈ સતામણી ન થાય એ માટે સીસીટીવી પણ મુકાયા છે.






