મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મુંબઈમાં એક કરોડનો ફ્લેટ, ઓડી કાર, ગુજરાત પોલીસે કરોડોના માલિક ચોરની કરી ધરપકડ

Valsad News : ગુજરાત પોલીસે તાજેતરમાં એક ચતુર ચોરની ધરપકડ કરી છે જે ઘણા રાજ્યોમાં લૂંટનો લાંબો ઈ

મુંબઈમાં એક કરોડનો ફ્લેટ, ઓડી કાર, ગુજરાત પોલીસે કરોડોના માલિક ચોરની કરી ધરપકડ

Valsad News : ગુજરાત પોલીસે તાજેતરમાં એક ચતુર ચોરની ધરપકડ કરી છે જે ઘણા રાજ્યોમાં લૂંટનો લાંબો ઈતિહાસ ધરાવે છે. ગત મહિને રોહિત કનુભાઈ સોલંકી વાપીમાં રૂ.1 લાખની ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.  રોહિતે પોલીસ સમક્ષ 19 લૂંટની કબૂલાત કરી છે.

મુંબઈમાં ફ્લેટ અને ઓડી કારનો માલિક 

પોલીસ તપાસમાં  રોહિત સોલંકીની ભવ્ય જીવનશૈલીનો ખુલાસો થતાં પોલીસને આંચકો લાગ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રોહિત સોલંકી મુંબઈના મુંબ્રા વિસ્તારમાં 1 કરોડથી વધુની કિંમતના આલીશાન ફ્લેટમાં રહે છે અને તેની પાસે એક ઓડી કાર પણ છે. 

19 વાર લૂંટ કરી, મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા નામ બદલ્યું 

પૂછપરછ દરમિયાન રોહિત સોલંકીએ 19 લૂંટની કબૂલાત કરી હતી. જેમાં વલસાડમાં ત્રણ, સુરતમાં એક, પોરબંદરમાં એક, સેલવાલમાં એક, તેલંગાણામાં બે, આંધ્રપ્રદેશમાં બે, મધ્યપ્રદેશમાં બે અને મહારાષ્ટ્રમાં એકનો સમાવેશ થાય છે. તેણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લાંચના માધ્યમથી વધુ છ ચોરીઓ કર્યાની પણ કબૂલાત કરી હતી.

તેણે અનેક રાજ્યોમાં ગુના કર્યાનો ઈતિહાસ છે. પોલીસને એ પણ જાણવા મળ્યું કે રોહિત સોલંકીએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ બદલીને અરહાન રાખ્યું હતું.

રોહિત ડ્રગ્સનો વ્યસની, હોટેલમાં રોકાઈને કરતો ચોરીના પ્લાન 

વલસાડ જિલ્લા પોલીસે પણ રોહિત સોલંકીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. સોલંકી આલીશાન હોટલોમાં રોકાતો, હવાઈ મુસાફરી કરતો અને દિવસ દરમિયાન હોટેલ કેબ બુક કરતો હતો અને ચોરીને અંજામ આપતો હતો. ચોરીના પ્લાન બનાવવા માટે તે દિવસ દરમિયાન સોસાયટીઓમાં રેકી અને જાસૂસી  કરતો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપીને મુંબઈના ડાન્સ બાર અને નાઈટ ક્લબમાં પાર્ટી કરવી ગમે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે ડ્રગ્સનો પણ વ્યસની છે અને દર મહિને 1.50 લાખ રૂપિયા ખર્ચે છે.

આ સમાચાર શેર કરો