VIDEO: અમદાવાદમાં પોલીસ એક્શન મોડમાં, ઝોન-5ના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું
અમદાવાદમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં આ


અમદાવાદમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના ઝોન-5 ના સંવેદનશીલ વિસ્તારોમાં 2 ACP અને 8 PI સહિત 100 થી વધુ પોલીસકર્મીઓએ ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.ખાસ કરીને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે હેતુથી આ કામગીરી કરાઈ રહી છે. રબારી કોલોની ચાર રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ દરમિયાન કારના કાચ પરથી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી.
રમઝાનની રાત્રે ધમધમતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 2 PI અને 5 PSI સહિતના વિશાળ પોલીસ કાફલાએ ફિલ્ડ પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. આધુનિક ડ્રોન ટેકનોલોજીની મદદથી પોલીસ હવે માનવ આંખ પહોંચી ન શકે તેવા સંવેદનશીલ સ્થળોએ પણ બાજ નજર રાખી રહી છે, જેથી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે.




