મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ફરજ બજાવતાં પોલીસ-હોમગાર્ડ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે. ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ

સુરતમાં ફરજ બજાવતાં પોલીસ-હોમગાર્ડ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે. ત્યારે આ ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેથી આજે સુરતના પૂર્વ ઝોનમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ સુધી આ પોસ્ટલ મતદાનની પ્રક્રિયા ચાલશે.   સવારના 9 વાગ્યાથી મતદાન    સુરતના પોલીસ કમર્ચારી અને સરકારી કર્મચારીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. પોલીસ કર્મચારી હોમગાર્ડ TRBના જવાનો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ દિવસે 900 જેટલા સરકારી કર્મચારી મતદાન કરશે. ચૂંટણી પ્રક્રિયાની જેમ જ સવારના 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનોએ મતદાનને લઈને લાઈનો લગાવી છે.    ગરમીને કારણે ખાસ વ્યવસ્થા કરાઈ   2 ફેસિલેટેડ સેન્ટર પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારના નવ વાગ્યાથી બે દિવસ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. પોસ્ટલ બેલેટ દ્વારા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન યોજાયું છે. 2477 જવાનો મતદાન માટે નોંધાયા છે. કમ્યુનિટી સેન્ટર પર ઓછામાં ઓછા લોકો આવે અને સ્લોટ વાઈઝ આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના વાતાવરણને ધ્યાને રાખીને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો