અમદાવાદીઓ શહેરના કેટલાક રસ્તાઓ પોલીસે કર્યા છે બંધ, જાણી લો કયા રોડ છે બંધ નહીંતર ફસાશો
અમદાવાદ શહેરનું કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને નવું બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્ન

અમદાવાદ શહેરનું કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને નવું બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે શહેરમાં ટ્રાફિક ન સર્જાય અને શહેરીજનોને અગવડતા ના પડે તે માટે શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે.
તારીખ 11-9-2024થી 10-9-2027 સુધી ત્રણ વર્ષ અને 24 કલાક સુધી અમલ રહેશે
વૈકલ્પિક માર્ગ પણ આપી દેવામાં આવ્યો છે, જેથી કરીને શહેરીજનોને અગવડતા, પરેશાની કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ મામલે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આ ડાયવર્ઝન રૂટ તારીખ 11-9-2024થી 10-9-2027 સુધી ત્રણ વર્ષ અને 24 કલાક સુધી અમલ રહેશે.
આદેશોનું ઉલ્લઘંન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
પોલીસ કમિશનરે જાહેરનામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.






