મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં હવે પકડાયો નકલી સાંસદ, ગણપતિ ઉત્સવ માટે માંગ્યા 15000 રૂપિયા

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી સાંસદ પકડાયો છે. આ બાબતે ચોંકાવનારી વાત એ છે કે આ નક

ગુજરાતમાં હવે પકડાયો નકલી સાંસદ, ગણપતિ ઉત્સવ માટે માંગ્યા 15000 રૂપિયા

ગુજરાતમાં નકલીની  ભરમાર વચ્ચે હવે નકલી સાંસદ પકડાયો છે. આ બાબતે ચોંકાવનારી વાત એ છે કે આ નકલી સાંસદે અસલી સાંસદના નામે ગણપતિ ઉત્સવ માટે લોકો પાસે નાણા પણ માંગ્યા હતા. 

અંજાર તાલુકાનાં વરસામેડી નજીક રિવેરા એલીગન્સમાં મોહિત પ્રભાકરને સાંસદ વિનોદ ચાવડા બોલું છું અને પંદર હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા કરાવો તેવો ફોન આવતા તેણે પૈસા જમા કરાવી દીધા હતા.

પરંતુ સાંસદ માત્ર 15000 રૂપિયા માંગે એ વાત તેના મગજમાં ન બેસતા તેણે મોકલેલા એકાઉન્ટ નંબર ચેક કરતા તે અમદાવાદના રિતેશ જોશીના નામનું નીકળ્યું હતું. આ બાબતે તેણે આ નકલી સાંસદ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે

નકલી સાંસદ બનેલો રીતેશ જોષી અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું અને અસલી સાંસદને તો આ બાબતની કોઈ જ ખબર પણ નથી. બી ડિવિઝન પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો