સાબરકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનામાં બે શિક્ષકો સામે પોલીસ ફરિયાદ
સાબરકાંઠામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં બે શિક્ષકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છ

સાબરકાંઠામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં બે શિક્ષકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં હાઇસ્કુલના બે શિક્ષક સામે ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીને માર મારવા બદલ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : સાબરકાંઠામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાતા પરિવાર પહોંચ્યો બાળ સુરક્ષા કચેરીએ
તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લામાં વડાલીની સી.જે. હાઈસ્કુલના એક વર્ગમાં વિદ્યાર્થી વાતો કરતો હતો. જેથી શિક્ષકને ગુસ્સો આવતા વિદ્યાર્થીને હાથ પર દંડો માર્યો હતો. જેને કારણે વિદ્યાર્થીના હાથની ચામડી ચિરાઈ ગઈ હતી. આ ઘટનામાં ભોગ બનેલા ઈજાગ્રસ્ત વિધાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનો જીલ્લા બાળ સુરક્ષા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વિદ્યાર્થીને ઢોર માર મારવાની આ સમગ્ર ઘટનાને મામલે પિયુષભાઈ જોશી અને મહેન્દ્રભાઈ પંડ્યા સામે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જીલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી.






