બનાસકાંઠા: 80 તોલા સોના અને 1.5 લાખ રોકડની લૂંટમાં પોલીસે બે આરોપીને દબોચ્યા
અંબાજીના કુંભારીયા જૈન મંદિર પાસે સોનાની અને રોકડની થયેલી લૂંટ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ચોરીના આ

અંબાજીના કુંભારીયા જૈન મંદિર પાસે સોનાની અને રોકડની થયેલી લૂંટ મામલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ચોરીના આઠ દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતનો જૈન પરિવાર દિવાળની રજાઓના કારણે ફરવા નીકળ્યો હતો. ત્યારે 5 નવેમ્બરના દિવસે આ પરિવાર બનાસકાંઠાના કુંભારિયા ગામના જૈન મંદિરે પહોંચ્યો હતો. ત્યારે લૂંટારૂઓ કારના કાચ તોડી મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.
નશાની હાલતમાં ચોરી કરી હતી - પોલીસની પૂછપરછમાં ખુલાસો
80 તોલા સોનાની અને 1.5 લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસે આઠ દિવસ બાદ બંને આરોપીની ઘરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે, બંને આરોપીએ નશાની હાલતમાં ચોરી કરી હતી.






